Get App

Election Commission: ચૂંટણી કાર્ડમાં સુધારો-વધારો કરાવવાનો છે? જાણી લો આ તારીખથી છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

Election Commission: કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા બુથ લેવલ અધિકારી પાસે ફાઇનલ મતદાર યાદી જોવા મળશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 17, 2023 પર 10:53 AM
Election Commission: ચૂંટણી કાર્ડમાં સુધારો-વધારો કરાવવાનો છે? જાણી લો આ તારીખથી છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમElection Commission: ચૂંટણી કાર્ડમાં સુધારો-વધારો કરાવવાનો છે? જાણી લો આ તારીખથી છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ
Election Commission: આ મતદાર યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર પણ જોઈ શકાશે.

Election Commission: આગામી લોકસભા 2024ની ચૂંટણી પહેલાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટેની તારીખ 5 જાન્યુઆરી 2024 નિર્ધારિત કરવામાં આવી છે. તે પૂર્વે દેશભરના તમામ રાજ્યોમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.

તેના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તારીખ 27 ઓક્ટોબરથી 9 ડિસેમ્બર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મતદારયાદીનો મુસદ્દો પ્રસિદ્ધ થશે અને આ યાદી કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા બુથ લેવલ અધિકારી પાસે જોવા મળશે. આ મતદાર યાદી મુખ્ય ચૂંટણી અધિકારીની વેબસાઈટ પર પણ જોઈ શકાશે.

ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન આગામી બે અને ત્રણ ડિસેમ્બર એમ બે દિવસ ખાસ ચલાવવાનું આયોજન છે. આ દિવસો દરમિયાન રાજ્યમાં દરેક બુથ પર લેવલ અધિકારીઓ સવારે 10 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે. મતદારો એમના નામ ત્યાં મતદારયાદીમાં જોઈ શકશે. મતદાર યાદીમાં સુધારો-વધારો કે નામ કમી કરવા માટેના ફોર્મ બુથ પર મેળવી શકશે. આ બધી અરજી અંગે તારીખ 26 ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવામાં આવશે. તારીખ પાંચમી જાન્યુઆરી 2022ના દિવસે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે.

તાજેતરમાં જ મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીની આગેવાની હેઠળ મતદાન મથકના પુનર્ગઠન માટે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. તેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. મતદાર યાદીમાં નામ નોંધાવવા સુધારો વધારો કે નામ કમી કરવા માટે ચૂંટણી પંચ દ્વારા વોટર હેલ્પલાઇન એપ કે વીએસપી જેવા પોર્ટલનો ઉપયોગ કરી શકાશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો