Get App

ગુજરાતની સિદ્ધિ: ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં મેળવી નોંધપાત્ર સફળતા

ગુજરાત સરકારે ‘વિઝન વિકસિત ગુજરાત, મિશન જનકલ્યાણ’ની પ્રતિબદ્ધતા સાથે આર્થિક વિકાસની સાથે ‘ (Ease of Living) જીવન સરળતા’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારે નવી નીતિઓ દ્વારા રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપ્યું છે, તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવને નિયંત્રિત કરવા વિશેષ પગલાં લીધાં હોય તેવું હાલ તો સ્પષ્ટ દેખાય છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 25, 2025 પર 6:27 PM
ગુજરાતની સિદ્ધિ: ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં મેળવી નોંધપાત્ર સફળતાગુજરાતની સિદ્ધિ: ફુગાવાના દરને નિયંત્રિત કરવામાં મેળવી નોંધપાત્ર સફળતા
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર 2.61% રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 2.70% છે.

Inflation in Gujarat: ગ્લોબલ લેવલે મોંઘવારી એક મોટો પડકાર બની રહી છે, ત્યારે ગુજરાતે ફુગાવાને નિયંત્રિત કરવામાં ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, માર્ચ 2025 માટે ગુજરાતનો છૂટક ફુગાવાનો દર (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત) માત્ર 2.63% રહ્યો છે. આ દર રાષ્ટ્રીય સરેરાશ 3.34%થી 0.71% ઓછો છે, જે ગુજરાતની આર્થિક સ્થિરતાનું પ્રતિબિંબ છે.

ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો વધુ નીચો

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવાનો દર 2.61% રહ્યો છે, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 2.70% છે. આ બંને આંકડા રાષ્ટ્રીય ગ્રામીણ સરેરાશ (3.25%) અને શહેરી સરેરાશ (3.43%)થી નોંધપાત્ર રીતે ઓછા છે. આ દર્શાવે છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રામ વિકાસલક્ષી નીતિઓને કારણે ગામડાઓમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ સ્થિર રહ્યા છે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી શહેરોની સરખામણીએ ઓછી છે.

સરકારની નીતિઓનું યોગદાન

ગુજરાત સરકારે ‘વિઝન વિકસિત ગુજરાત, મિશન જનકલ્યાણ’ની પ્રતિબદ્ધતા સાથે આર્થિક વિકાસની સાથે ‘ (Ease of Living) જીવન સરળતા’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારે નવી નીતિઓ દ્વારા રોકાણ અને વિકાસને પ્રોત્સાહન આપ્યું છે, તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવને નિયંત્રિત કરવા વિશેષ પગલાં લીધાં હોય તેવું હાલ તો સ્પષ્ટ દેખાય છે. રાજકોષીય સમજદારી, પુરવઠા શૃંખલામાં સુધારા, સ્પર્ધાત્મક બજાર નિયમન, લઘુત્તમ ટેકાના ભાવ અને જાહેર વિતરણ વ્યવસ્થા જેવી પહેલોએ ફુગાવાને નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન

ગુજરાતે અન્ય મોટા અને વિકસિત રાજ્યોની સરખામણીમાં ફુગાવા પર નિયંત્રણ મેળવવામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આંકડા અનુસાર, ઉત્તર પ્રદેશ (3.01%), બિહાર (3.11%), મધ્ય પ્રદેશ (3.12%), રાજસ્થાન (2.66%), છત્તીસગઢ (4.25%), પશ્ચિમ બંગાળ (3.17%), કર્ણાટક (4.44%), મહારાષ્ટ્ર (3.86%) અને તમિલનાડુ (3.75%)ની તુલનામાં ગુજરાતનો 2.63% ફુગાવો નોંધપાત્ર રીતે ઓછો છે. બીજી તરફ, કેરળ 6.59% ફુગાવાના દર સાથે દેશમાં સૌથી વધુ મોંઘવારી ધરાવતું રાજ્ય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો