Himachal Rains: હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદને કારણે જળબંબાકાર અને ભૂસ્ખલનને કારણે ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે 26 ઓગસ્ટ શનિવાર સુધી રાજ્યમાં ભારે વરસાદ માટે 'યલો એલર્ટ' જારી કર્યું છે. આ વર્ષે જુલાઈમાં ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી હિમાચલ પ્રદેશ વારંવાર ભૂસ્ખલન અને વાદળ ફાટવાનો સામનો કરી રહ્યું છે. ગુરુવારે રાજ્યના કુલ્લુ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછી આઠ ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. જો કે, આ મકાનો પહેલાથી જ ખાલી કરાવવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

