Hindenburg: નેટ એન્ડરસન, જેમણે તેમની લગભગ આઠ વર્ષ જૂની રિસર્ચ-ઇન્વેસ્ટમેન્ટ કંપની હિન્ડનબર્ગને બંધ કરવાની જાહેરાત કરી હતી, તેઓ કંપનીઓને ટાર્ગેટ બનાવતા અહેવાલો તૈયાર કરવામાં હેજ ફંડ્સ સાથેના તેમના કથિત સંબંધો માટે તપાસ હેઠળ છે. કેનેડિયન પોર્ટલે ઓન્ટારિયો કોર્ટમાં દાખલ કરાયેલા ડોકયુમેન્ટ્સને ટાંકીને આ માહિતી આપી છે. હેજ ફંડ એક એવી એન્ટિટી છે જે મોટા ઇન્વેસ્ટમેન્ટર્સ પાસેથી નાણાં એકત્ર કરે છે અને નફો કમાવવા માટે સિક્યોરિટીઝ સહિત વિવિધ વસ્તુઓમાં તેનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઓન્ટારિયો સુપિરિયર કોર્ટ ઓફ જસ્ટિસમાં એક જટિલ માનહાનિના દાવામાં દાખલ કરાયેલા ડોકયુમેન્ટ્સના સંગ્રહમાં, કેનેડાના એન્સન હેજ ફંડના વડા મોએઝ કાસમે જણાવ્યું હતું કે તેમની કંપનીએ હિન્ડનબર્ગના નેટ એન્ડરસન સહિત "વિવિધ સોર્સ સાથે" રિસર્ચ શેર કર્યું છે. તમને જણાવી દઈએ કે હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર આરોપો લગાવીને આખી દુનિયામાં હેડલાઇન્સ બનાવી હતી.