Covid-19 JN.1 Sub variant guidelines: સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, ભારતમાં 26 ડિસેમ્બર સુધી JN.1 સબ-વેરિયન્ટના કુલ 109 કેસ નોંધાયા છે. તેમાં ગુજરાતના 36, કર્ણાટકના 34, ગોવાના 14, મહારાષ્ટ્રના 9, કેરળના 6, રાજસ્થાનના 4, તમિલનાડુના 4 અને તેલંગાણાના 2 કેસનો સમાવેશ થાય છે. આના કારણે દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 4097 થઈ ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોનાના નવા પ્રકારો સામે આવવાથી અને ઠંડી વધવાથી જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કોરોનાના કેસ બમણા થઈ શકે છે. JN.1 સબ-વેરિઅન્ટની સાથે, BA.2.86 (પિરોલા) વેરિઅન્ટના કેસ પણ નોંધાઈ રહ્યા છે.

