Australia VISA: શું તમે તમારી સ્કીલના આધારે ઓસ્ટ્રેલિયામાં નોકરી શોધી રહ્યાં છો? જો એમ હોય તો, તમારા માટે બે લોકપ્રિય સ્કીલ વિઝા ઓપ્શન છે: સ્કીલ નોમિનેટેડ વિઝા (સબક્લાસ 190) અને સ્કીલ્ડ વર્ક રિજનલ વિઝા (સબક્લાસ 491). આ વિઝા તમને પરમેનન્ટ રેસીડન્સી અથવા પ્રોવિઝનલ રેસીડેન્સી એટલે કે ઓસ્ટ્રેલિયામાં પરમેનન્ટ અથવા અસ્થાયી રોકાણની સુવિધા આપી શકે છે. જો કે, જો તમે આ વિઝા માટે અરજી કરવા માંગતા હો, તો તમારી પાસે ઑસ્ટ્રેલિયન લિસ્ટમાં લિસ્ટેડ સ્કીલ સંબંધિત એક્સપિરિયન્સ હોવો આવશ્યક છે જેના આધારે વિઝા આપવામાં આવે છે. આ લેખમાં, અમે તમને આ વિઝા સંબંધિત ખાસ બાબતો, જરૂરી શરતો વગેરે વિશે માહિતી આપી રહ્યા છીએ.

