Gujarat weather: રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં બે દિવસ વાતાવરણ શુષ્ક રહેશે જે બાદ અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, ચાર દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે એટલે ઠંડીમાં વધારો થશે. તો જાણીએ ગુજરાતમાં 24થી 27 નવેમ્બરની વચ્ચે કઇ કઇ જગ્યાએ કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે.