Imran khan Busra Bibi case: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાનના બુશરા બીબી સાથેના લગ્નને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેને ‘નોન-ઈસ્લામિક લગ્ન'ના કેસમાં 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. એક દિવસ પહેલા, જેલ પરિસરમાં લગભગ 14 કલાક સુધી ચાલેલી સુનાવણી પછી, કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.