Get App

Maldives: ભારત વિરોધમાં પોતોના નાગરિકો માટે જ કાળ બની રહ્યાં છે માલદીવના રાષ્ટ્રપતિ, હેલિકોપ્ટરની પરમિશન ના આપતા માસૂમનું મોત

maldives: માલદીવમાં એક 13 વર્ષના છોકરાનું મૃત્યુ થયું કારણ કે તેને સારવાર માટે સમયસર હોસ્પિટલ લઈ ન શકાયો. એવો આરોપ છે કે માલદીવ સરકારે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં વિલંબ કર્યો.

MoneyControl Newsઅપડેટેડ Jan 26, 2024 પર 6:02 PM
Maldives: ભારત વિરોધમાં પોતોના નાગરિકો માટે જ કાળ બની રહ્યાં છે માલદીવના રાષ્ટ્રપતિ, હેલિકોપ્ટરની પરમિશન ના આપતા માસૂમનું મોતMaldives: ભારત વિરોધમાં પોતોના નાગરિકો માટે જ કાળ બની રહ્યાં છે માલદીવના રાષ્ટ્રપતિ, હેલિકોપ્ટરની પરમિશન ના આપતા માસૂમનું મોત
maldives: મુઈઝુની નીતિથી માલદીવના લોકો પર સંકટ

maldives: માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની ભારતનો વિરોધ કરવાની જીદનો માર માલદીવના નાગરિકોને સહન કરવો પડી રહ્યો છે. ભારત પ્રત્યેની તેની નફરતમાં, મુઇઝુ એ વાતની પણ પરવા નથી કરી રહ્યો કે તેની જીદ તેના પોતાના નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. સરકારની જીદના કારણે એક નિર્દોશ 13 વર્ષિય કિશોરનું મોત નિપજ્યું છે.. જરૂરી તબીબી સારવારમાં વિલંબને કારણે તે બાળકે જીવ ગુમાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલદીવ સરકારે તબીબી સ્થળાંતર માટે ભારતીય હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં ખચકાટ દર્શાવ્યો અને હોસ્પિટલ પહોંચવામાં વિલંબને કારણે બાળકે જીવ ગુમાવ્યો. ભારતે માલદીવને તબીબી સ્થળાંતર અને આપત્તિ રાહત કામગીરી માટે બે નેવલ હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ પ્રદાન કર્યું હતું.

મુઈઝુની નીતિથી માલદીવના લોકો પર સંકટ

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બાળકને ગાફુ એટોલથી રાજધાની માલે લઈ જવામાં વિલંબ થયો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે બાળકને હોસ્પિટલ લઈ જવામાં મોડું થવાને કારણે તેનો જીવ બચાવી શકાયો નથી. માલદીવ સરકારે ભારતીય સૈન્ય કર્મચારીઓને તેમના સંચાલન અને જાળવણીની જવાબદારીમાંથી દૂર કરવાની માંગ કરી છે, જેનાથી માલદીવમાં ભારતીય હેલિકોપ્ટર અને એરક્રાફ્ટનો ઉપયોગ અનિશ્ચિત છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચવા કહ્યું છે. જોકે, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આ મામલે પરસ્પર સહમત ઉકેલ શોધવા માટે વાતચીત ચાલી રહી છે.

મુઈઝુના બચાવમાં સંરક્ષણ મંત્રીની વિચિત્ર દલીલ

બધા સમાચાર

+ વધુુ વાંચો