Get App

3 દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત! કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને વિઝાના નિયમો કર્યા કડક

India Visa Rules Update: The Central Government has made visas mandatory for refugees from six non-Muslim communities arriving from Pakistan, Bangladesh, and Afghanistan. Find out what has changed regarding the Nepal-Bhutan route.

MoneyControl Newsઅપડેટેડ Nov 06, 2026 પર 2:21 PM
3 દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત! કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને વિઝાના નિયમો કર્યા કડક3 દેશોમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત! કેન્દ્ર સરકારે પાસપોર્ટ અને વિઝાના નિયમો કર્યા કડક
આ નવા નિયમો હેઠળ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી એમ કુલ 6 સમુદાયના લોકોનો સમાવેશ થાય છે.

India Visa Rules Update: કેન્દ્ર સરકારે પડોશી દેશોના નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમોને વધુ કડક બનાવતું એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા લેવાયેલા આ મોટા નિર્ણયની સીધી અસર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આવેલા લઘુમતી સમુદાયના લોકો તેમજ નેપાળ અને ભૂતાનના માર્ગેથી મુસાફરી કરતા પ્રવાસીઓ પર પડશે. આ નવા નિયમો પ્રમાણે, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા 6 બિન-મુસ્લિમ સમુદાયના લોકોએ હવે ભારતમાં વસવાટ કરવા માટે નિયમ મુજબ યોગ્ય શ્રેણીનો વિઝા લેવો ફરજિયાત બનશે.

કયા 6 સમુદાયો પર પડશે અસર અને શું બદલાયા નિયમો?

આ નવા નિયમો હેઠળ હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી એમ કુલ 6 સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. આ નિયમ ખાસ કરીને એવા લોકો પર લાગુ પડશે જેઓ ધાર્મિક ઉત્પીડન અથવા તેના ડરને કારણે 31 ડિસેમ્બર 2024 સુધીમાં ભારતમાં આવ્યા હતા. જેમની પાસે ભારત આવતી વખતે કાયદેસરના મુસાફરી દસ્તાવેજો નહોતા અથવા તો જેમના દસ્તાવેજોની મુદત પૂર્ણ થઈ ગઈ હતી, તેમણે બુધવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ હવે ભારતમાં રહેવા માટે યોગ્ય વિઝા લેવો પડશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સપ્ટેમ્બર 2025 ના આદેશમાં આ સમુદાયના લોકોને પાસપોર્ટ અને વિઝાની શરતોમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે નિયમમાં હવે ફેરફાર કરાયો છે.

નેપાળ અને ભૂતાન રૂટ પર પણ થશે કડક ચેકિંગ

બધા સમાચાર

+ વધુુ વાંચો