28 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર $1.78 બિલિયન ઘટીને $638.69 બિલિયન થયું હતું. ભારતીય રિઝર્વ બેન્કે (RBI) આ માહિતી આપી. ગયા અઠવાડિયે, દેશનો વિદેશી મુદ્રા ભંડાર $4.76 બિલિયન વધીને $640.48 બિલિયન થયો. સપ્ટેમ્બર 2024ના અંતમાં વિદેશી મુદ્રા ભંડાર $704.88 બિલિયનના ઓલટાઇમ હાઇ લેવલે પહોંચી ગયું હતું. રિઝર્વ બેન્કેના ડેટા અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી કરન્સી ભંડારનો મુખ્ય ઘટક, વિદેશી ચલણ સંપત્તિ $493 મિલિયન ઘટીને $543.35 બિલિયન થઈ ગઈ. ડોલરના સંદર્ભમાં દર્શાવવામાં આવેલી વિદેશી ચલણ સંપત્તિમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં રાખવામાં આવેલા યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-યુએસ ચલણોના મૂલ્યમાં વધારો અથવા અવમૂલ્યનનો સમાવેશ થાય છે.

