Israel and Hamas war: ગાઝા પટ્ટીના દક્ષિણ ભાગમાં હવાઈ હુમલા દરમિયાન બે શાળાઓમાં આશ્રય લેનારા ડઝનબંધ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ઇઝરાયેલે રવિવારે દક્ષિણ ગાઝામાં હમાસના આતંકવાદીઓ સામે તેના અભિયાનને વધુ આક્રમક બનાવ્યું છે. શનિવારે, ઇઝરાયેલે ફરીથી દક્ષિણ ગાઝાના કેટલાક ભાગોમાં રહેતા લોકોને તાત્કાલિક ત્યાંથી નીકળી જવા કહ્યું. ઉત્તરીય ભાગ પર કબજો કર્યા પછી, ઇઝરાયેલ હવે દક્ષિણ તટીય વિસ્તાર પર પણ હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.

