Kumar Mangalam Birla: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ તેમની વાર્ષિક નોટમાં એક પોપ્યુલર મીમનો ઉલ્લેખ કરીને ભારતની પ્રશંસા કરી છે. આ વાત સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. હા, અબજોપતિ ઉદ્યોગપતિએ ભારતીય અર્થવ્યવસ્થાની અદભૂત ગતિ વિશે કહ્યું છે કે ભારત આજે ગૌરવપૂર્ણ રસ્તા પર છે અને આશાવાદથી ભરેલું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કદાચ રાષ્ટ્રીય આત્મવિશ્વાસ ઇન્ડેક્ષની કલ્પના કરવાનો સમય આવી ગયો છે.