Get App

BRICS: વડા પ્રધાન મોદી અને ચીનના જિનપિંગ વચ્ચે LAC મુદ્દે ચર્ચા થઈ

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ વચ્ચે જોહાનીસબર્ગ ખાતે યોજાયેલી બ્રિક્સ શીખર પરિષદની બહાર ટૂંકી મુલાકાત યોજાઈ હતી અને તેમાં પશ્ચિમ ક્ષેત્રમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પરના દળોને હટાવવાની કામગીરી ઝડપી બનાવવા માટેની સંમતિ સધાઈ હતી, એમ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 9:56 PM
BRICS: વડા પ્રધાન મોદી અને ચીનના જિનપિંગ વચ્ચે LAC મુદ્દે ચર્ચા થઈBRICS: વડા પ્રધાન મોદી અને ચીનના જિનપિંગ વચ્ચે LAC મુદ્દે ચર્ચા થઈ

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ વચ્ચે જોહાનીસબર્ગ ખાતે યોજાયેલી બ્રિક્સ શીખર પરિષદની બહાર ટૂંકી મુલાકાત યોજાઈ હતી અને તેમાં પશ્ચિમ ક્ષેત્રમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પરના દળોને હટાવવાની કામગીરી ઝડપી બનાવવા માટેની સંમતિ સધાઈ હતી, એમ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું.

વડા પ્રધાન મોદીએ ચીનના વડા સાથેની મુલાકાતમાં ભારતની વણઉકેલાયેલા મુદ્દા પ્રતિ ભારતની ચિંતા પર વધુ પ્રકાશ પાડ્યો હતો, એમ વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ પત્રકારોને નવી દિલ્હી ખાતે જણાવ્યુ હતું.

વડા પ્રધાને સીમાવર્તી વિસ્તારોમાં શાંતિ અને સુમેળની જાળવણી પર ભાર મૂક્યો હતો. તેમ જ ભારત-ચીન વચ્ચેના સામાન્ય સંબંધની જાળવણી માટે એલએસીનું સન્માન આવશ્યક હોવાનું જણાવ્યું હતું.

આ સંબંધે બંને દેશોના વડાઓ સીમા પરના દળો ઘટાડવા માટેના પ્રયત્નોને ઝડપી બનાવવા તેમના સંબંધિત અધિકારીઓને આદેશ આપવા સંમત થયા છે, એમ વિદેશ સચિવે કહ્યુ હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો