China pakistan relations: પાકિસ્તાન અને ચીનની સેનાઓ વચ્ચે અરબી સમુદ્રમાં સૌથી મોટી નૌકા કવાયત શરૂ થઈ ગઈ છે. ચીનના મતે, આ બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક દરિયાઈ માર્ગોની સંયુક્ત સુરક્ષા તેમજ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા વધારવાની કવાયત છે. પરંતુ નિષ્ણાંતોના મતે આ નૌસેના કવાયતથી ભારતની સુરક્ષા પડકારોમાં વધારો થવા જઈ રહ્યો છે. આ કવાયત મુંબઈની નજીક આવેલા કરાચીમાં થઈ રહી છે. ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (સીસીટીવી) અનુસાર, આ કવાયતને સી ગાર્ડિયન-3 સંયુક્ત દરિયાઇ કવાયત નામ આપવામાં આવ્યું છે. તેની શરૂઆત શનિવારે સવારે કરાચી નેવલ ડોકયાર્ડ ખાતે ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી.

