Get App

LPG Price Cut: ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે LPG સિલિન્ડર રુપિયા 300 થયું સસ્તું, જાણો નવો રેટ

LPG Price Cut: અગાઉ રક્ષાબંધનના દિવસે, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Oct 04, 2023 પર 4:59 PM
LPG Price Cut: ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે LPG સિલિન્ડર રુપિયા 300 થયું સસ્તું, જાણો નવો રેટLPG Price Cut: ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે LPG સિલિન્ડર રુપિયા 300 થયું સસ્તું, જાણો નવો રેટ
LPG Price Cut: ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં કુલ 10.35 કરોડ લોકો સસ્તા ગેસ સિલિન્ડરનો લાભ લઈ રહ્યા છે.

LPG subsidy: ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને થોડી વધુ રાહત આપતા, સરકારે એલપીજી ગેસ સિલિન્ડર પરની સબસિડી 200 રૂપિયાથી વધારીને 300 રૂપિયા કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે 4 ઓક્ટોબરે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ, સરકારે રાખી પર ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. પરંતુ આજે તે વધારીને રૂ.300 કરવામાં આવી હતી. સામાન્ય લોકો માટે, દિલ્હીમાં 14.2 કિલો એલપીજીની વર્તમાન કિંમત 903 રૂપિયા છે. જ્યારે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે 603 રૂપિયામાં મળશે.

ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં કુલ 10.35 કરોડ લોકો સસ્તા ગેસ સિલિન્ડરનો લાભ લઈ રહ્યા છે. આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં દેશના લગભગ 75 લાખ ઘરોને એલપીજી કનેક્શન આપવામાં આવશે. આ સાથે આ યોજના હેઠળ આવરી લેવામાં આવતી મહિલાઓની સંખ્યા વધીને 10.35 કરોડ થઈ જશે.

કેબિનેટમાં 75 લાખ નવા LPG કનેક્શન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, વધારાના એલપીજી કનેક્શન આપવાથી કેન્દ્ર સરકાર પર 1650 કરોડ રૂપિયાનો બોજ વધશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો