દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફ્ટના જે કર્મચારીઓ અમેરિકાના H-1B અથવા H-4 વિઝા પર કામ કરી રહ્યા છે અને હાલમાં અમેરિકાની બહાર છે, તેમણે તાત્કાલિક અમેરિકા પાછા જવું પડશે. કારણ કે માઈક્રોસોફ્ટે તેમને કોઈપણ કિંમતે 21 સપ્ટેમ્બર એટલે કે રવિવાર સુધીમાં અમેરિકામાં પ્રવેશવા કહ્યું છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. વિશ્વની બીજી સૌથી મોટી ટેક કંપની માઈક્રોસોફ્ટે ટ્રમ્પના નિર્ણય બાદ આંતરિક મેઇલમાં H-1B અને H-4 વિઝા ધરાવતા કર્મચારીઓને અમેરિકા આવવા કહ્યું છે, જેમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝાની વાર્ષિક ફી $1 લાખ એટલે કે ₹88 લાખ કરી છે.