મ્યાનમારની સેનાએ મંગળવારે દેશમાં સૈન્ય શાસન વિરુદ્ધ એક કાર્યક્રમમાં એકત્ર થયેલા નાગરિકોની ભીડ પર હવાઈ હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં બાળકો અને મહિલાઓ સહિત 100થી વધુ લોકોના મોત થયા છે. તેઓ સૈન્ય શાસનના વિરોધીઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ હત્યાકાંડની કેટલીક તસવીરો સામે આવી છે જે હેરાન કરનારી છે. યુનાઈટેડ નેશન્સ (યુએન)એ આને ચિંતાજનક ઘટના ગણાવી છે. મૃતકોમાં મહિલાઓ અને 20-30 બાળકોનો સમાવેશ થાય છે.

