ભારતનું ટાટા ગ્રુપ અને અમેરિકન કંપની લોકહીડ માર્ટિન સાથે મળીને એક ખાસ કામ કરવા જઈ રહ્યા છે. બંને કંપનીઓ સાથે મળીને ભારતમાં એક ખાસ પ્રકારની સુવિધા બનાવવા જઈ રહી છે જ્યાં એરોપ્લેનનું સમારકામ અને જાળવણી કરવામાં આવશે. આ સુવિધા ફક્ત C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ માટે હશે, જે ભારતીય વાયુસેના પાસે છે. આ સાથે વિશ્વના અન્ય દેશોની માલિકીના C-130J એરક્રાફ્ટનું મેઇન્ટેનન્સ પણ અહીં કરી શકાય છે.