Get App

HMPV virus Gujarat: ગુજરાતમાં HMP વાયરસનો વધુ એક કેસ પોઝિટિવ, કુલ આંકડો 6 પર પહોંચ્યો

અમદાવાદમાં ચાર વર્ષના બાળકનો પોઝિટિવ રિપોર્ટ, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો, રાજ્યમાં પોઝિટિવ કેસનો કુલ આંક 6 થયો

MoneyControl Newsઅપડેટેડ Jan 16, 2025 પર 11:27 AM
HMPV virus Gujarat: ગુજરાતમાં HMP વાયરસનો વધુ એક કેસ પોઝિટિવ, કુલ આંકડો 6 પર પહોંચ્યોHMPV virus Gujarat: ગુજરાતમાં HMP વાયરસનો વધુ એક કેસ પોઝિટિવ, કુલ આંકડો 6 પર પહોંચ્યો
અમદાવાદના કૃષ્ણનગરમાં 4 વર્ષના બાળકને તાવ, શરદીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

HMPV virus Gujarat: અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અમદાવાદના કૃષ્ણનગરમાં 4 વર્ષના બાળકને HMPV પોઝિટિવ આવ્યો છે. તાવ, શરદીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં HMPVના 5 કેસ નોંધાયા છે. HMPV વાયરસ અંગે સમગ્ર દેશમાં ફફડાટનું વાતાવરણ છે. તેવામાં ગુજરાતમાં પણ કેસ સતત નોંધાઇ રહ્યાં છે. HMPV વાયરસને લઇ આરોગ્ય વિભાગે હવે સર્વેની કામગીરી હાથ ધરી છે. તેવામાં અમદાવાદમાં ફરી HMPV વાયરસે માથુ ઉંચક્યું છે. અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ સામે આવ્યો છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં 4 વર્ષના બાળકને તાવ, શરદીની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી અમદાવાદમાં HMPVના 5 કેસ નોંધાયા છે.

ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાઇરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે તા. ૪ જાન્યુઆરી ના રોજ બેઠક કરીને રાજ્યના દરેક જિલ્લાના દરેક CDHO, MoH, સિવિલ સર્જન, SDH સુપ્રીન્ટેન્ડન્ટને આ વાઇરસના ચેપ સંબંધિત બાબતો પર સંપૂર્ણ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં HMPV વાઈરસ સંબંધિત કેસના નિદાન માટે રાજ્યની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થી લઇ મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે. આગામી અઠવાડિયાથી રાજ્યમાં પણ આ કેસનું નિદાન થઈ શકશે.

આ પણ વાંચો - હવે સરકારી કર્મચારીઓ વંદે ભારત અને તેજસ એક્સપ્રેસમાં પણ 'મફત' મુસાફરી કરી શકશે, કેન્દ્રએ આપી મંજૂરી

બધા સમાચાર

+ વધુુ વાંચો