ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ નવી સરકારની રચના કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. હવે પાડોશી દેશ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. ચીનથી પરત ફર્યા બાદ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે X પર લખેલા પોતાના ટૂંકા મેસેજમાં કહ્યું કે, ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન.

