માનવરહિત એરિયલ વ્હિકલ (UAV) અને ફાઇટર પ્લેન પ્રોવાઇડ કરવા, કમ્યુનિકેશન ટાવર બનાવવા અને કંટ્રોલ રેખા પર ભૂગર્ભ કેબલ નાખવા સહિત સંરક્ષણ સ્ટ્રક્ચરના નિર્માણમાં ચીન પાકિસ્તાન આર્મીને મદદ કરી રહ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પાકિસ્તાનના ઓલ વેધર મિત્ર તરીકે ચીનની સ્થિતિને વધુ મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ છે. આ ક્ષેત્રમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) રોડ અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરક્ષા અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK) પર ચીનના વધતા જતા વિસ્તારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના બહાના હેઠળ પણ કરવામાં આવી રહ્યું છે.

