રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે કહ્યું કે 6,691 કરોડના મૂલ્યની 2000ની નોટો હજુ પણ લોકો પાસે છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે 2,000 રૂપિયાની 98.12 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી છે. તમને જણાવી દઈએ કે, 19 મે 2023ના રોજ, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી લોકોને આ નોટો પરત કરવાનું કહેવામાં આવ્યું. પીટીઆઈના સમાચાર મુજબ, આરબીઆઈએ કહ્યું કે ચલણમાં રુપિયા 2000ની નોટોનું કુલ મૂલ્ય, જે 19 મે 2023ના રોજ કારોબાર બંધ થવા પર રુપિયા 3.56 લાખ કરોડ હતું, તે 31 ડિસેમ્બરે કારોબાર બંધ થવા પર ઘટીને રુપિયા 6,691 કરોડ થશે.