PM Modi and Trump meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા છે. તેઓ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે. પીએમ મોદી અમેરિકા પહોંચ્યા કે તરત જ તેઓ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડને મળ્યા. પ્રધાનમંત્રી મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ, બ્લેર હાઉસમાં રોકાયા છે. બ્લેર હાઉસ વ્હાઇટ હાઉસની બરાબર સામે છે.

