Raghuram Rajan Vs Sanjiv Sanyal : ભારતના આર્થિક ભવિષ્ય અને વિકાસના મોડેલ પર દેશના બે મોટા અર્થશાસ્ત્રીઓ, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય સંજીવ સાન્યાલ, ભિન્ન મત ધરાવે છે. જ્યાં રઘુરામ રાજન સેવા ક્ષેત્રના વિકાસને પ્રાથમિકતા આપવાનું સૂચવે છે, ત્યાં સંજીવ સાન્યાલ ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને સર્વિસ બંને ક્ષેત્રોમાં મજબૂત બનવા પર ભાર મૂકે છે, સાથે જ એક મોટા વ્યૂહાત્મક જોખમ અંગે પણ ચેતવણી આપી છે.

