હિમાચલ પ્રદેશના ઉનામાં વરસાદને કારણે આવેલા પૂરને કારણે ભારે નુકસાન થયું છે. 3 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. જયપુરમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે અતિવૃષ્ટિનું એલર્ટ જાહેર કર્યું છે. જયપુરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભરતપુરમાં 7 બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે.