ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે તેણે ચાર નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ (NBFC) પર 76.6 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ દંડ એવા પ્લેટફોર્મ્સ (પીઅર-ટુ-પીઅર લેન્ડિંગ પ્લેટફોર્મ્સ) પર લાદવામાં આવ્યો છે જે ધિરાણકર્તાઓ અને ઉધાર લેવા માંગતા લોકોને જોડે છે. આ દંડ RBIના નિર્દેશોની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ લાદવામાં આવ્યો છે. 'નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની - પીઅર-ટુ-પીઅર લેન્ડિંગ પ્લેટફોર્મ (રિઝર્વ બેન્ક) નિર્દેશો, 2017ની કેટલીક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ ફેરએસેટ્સ ટેક્નોલોજીસ ઇન્ડિયા પર 40 લાખ રૂપિયા અને બ્રિજ ફિનટેક સોલ્યુશન્સ અને રંગ દે પી2પી ફાઇનાન્શિયલ સર્વિસિસ પર 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

