ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ અમદાવાદની ‘કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેન્ક’નું લાયસન્સ રદ કરી દીધું છે. RBIનું કહેવું છે કે આ બેન્ક પાસે ન તો પૂરતું મૂડી ભંડોળ હતું અને ન તો આવકની કોઈ સંભાવના દેખાતી હતી. આ ઉપરાંત, બેન્ક બેન્કિંગ નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી હતી. આ કારણે RBIએ આ મોટો નિર્ણય લીધો છે. બેન્કને બંધ કરવા અને તેના માટે લિક્વિડેટર (નાદારીની પ્રક્રિયા હાથ ધરનાર) નીમવાનો આદેશ આપવા ગુજરાતના કો-ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રારને પણ જણાવવામાં આવ્યું છે.