ચાર વર્ષ પહેલા 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો જમાવ્યો હતો. તાલિબાન લડવૈયાઓ રાજધાની કાબુલમાં ઘૂસ્યા બાદ તત્કાલિન રાષ્ટ્રપતિ અશરફ ગની હેલિકોપ્ટર દ્વારા નાસી છૂટ્યા હતા. આવું જ દ્રશ્ય હવે સીરિયામાં જોવા મળી રહ્યું છે. બળવાખોરો એક પછી એક મોટા શહેરો પર કબજો કરી રહ્યા છે. વિદ્રોહી લડવૈયાઓ રાજધાની દમાસ્કસની નજીક છે. આ પહેલા પણ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ગાયબ થઈ ગયા છે. સીરિયામાં, સરકારી દળોએ હોમ્સ શહેરમાંથી પીછેહઠ કરી છે અને બળવાખોરો દમાસ્કસ તરફ આગળ વધ્યા છે.