રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતીય સેના પર પણ પડી છે. રશિયા પાસેથી લેવામાં આવેલા લશ્કરી સાધનોના સ્પેરપાર્ટ્સ મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે. મોસ્કોમાં બંને નેતાઓ વચ્ચેની વાતચીતમાં પીએમ મોદીએ સ્પેરપાર્ટ્સની ડિલિવરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. બંને દેશોએ નિર્ણય લીધો છે કે ભારતને રશિયન મૂળના લશ્કરી સાધનોના સ્પેરપાર્ટ્સની ડિલિવરી ઝડપી કરવામાં આવશે. ભારતમાં સ્પેરપાર્ટ્સનું સંયુક્ત ઉત્પાદન કરવા માટે પણ સહમતિ બની છે.