Sudan Conflict: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હિંસાગ્રસ્ત સુદાનમાં ભારતીયોની સ્થિતિની સમીક્ષા કરવા માટે હાઇ લેવલ મિટિંગની અધ્યક્ષતા કરી હતી. આપને જણાવી દઈએ કે ગૃહયુદ્ધની આગમાં સળગી રહેલા સુદાનમાં સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. હિંસાગ્રસ્ત દેશમાં લગભગ 4,000 ભારતીયો ફસાયેલા છે, જેમની સુરક્ષિત પરત માટે સરકાર પ્રયાસો કરી રહી છે. દરમિયાન હવે વડાપ્રધાન મોદી પણ એક્શન મોડમાં આવી ગયા છે. સુદાનની રાજધાની ખાર્તુમ અને દેશના અન્ય ભાગોમાં હિંસામાં એક ભારતીય સહિત 300 થી વધુ લોકોના મોત થયા છે.

