Get App

પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત

PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. રવિવારે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આજે તેઓ ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે.

MoneyControl Newsઅપડેટેડ Sep 16, 2024 પર 12:01 PM
પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્તપ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
આ સાથે ભારતની પ્રથમ વંદે મેટ્રોને ભુજથી અમદાવાદ સુધી ફ્લેગ ઓફ કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઇકાલે અમદાવાદ એરપોર્ટ પર PM મોદી આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, CM ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ પંચાલ દ્વારા PM મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આજે તેઓ ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે.

આ સાથે ભારતની પ્રથમ વંદે મેટ્રોને ભુજથી અમદાવાદ સુધી ફ્લેગ ઓફ કરવામાં આવશે. આ ઉપરાંત તેઓ અમદાવાદમાં અન્ય અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM મોદી આજે અમદાવાદમાં છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ સિવાય PM મોદી અમદાવાદમાં 30 મેગાવોટની સોલાર સિસ્ટમનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 30 હજારથી વધુ મકાનોને મંજૂરી આપશે અને આ મકાનો માટે પ્રથમ હપ્તો જાહેર કરશે. આ સાથે, અમે PMAY યોજના હેઠળ ઘરોનું નિર્માણ શરૂ કરીશું.

આ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી

-નાગપુરથી સિકંદરાબાદ

-કોલ્હાપુરથી પુણે

-આગ્રા કેન્ટથી બનારસ

બધા સમાચાર

+ વધુુ વાંચો