Trump Gold Card US Visa: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એવી જાહેરાત કરી છે જેણે વિશ્વભરના, ખાસ કરીને ભારત અને ચીનના પ્રતિભાશાળી પ્રોફેશનલ્સનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે 'ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ' નામના એક નવા વિઝા પ્રોગ્રામની શરૂઆત કરી છે, જે અમેરિકામાં કુશળ કામદારો માટે વસવાટના નિયમોને સંપૂર્ણપણે બદલી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ યોજના અમેરિકન અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે દેશની ટેક કંપનીઓને પણ મોટી રાહત આપશે.

