USA's Big Announcement: વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો અભ્યાસ અને કામ કરવા માટે અમેરિકા જાય છે. આ માટે તેમને અમેરિકન વિઝાની જરૂર છે. ભારતમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અભ્યાસ અને કામ કરવા માટે અમેરિકા જાય છે. હાલમાં જ અમેરિકા દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS) તરફથી એક મોટું અપડેટ બહાર આવ્યું છે. ભારતીયોને પણ આ અપડેટનો લાભ મળશે. આ અપડેટ મુજબ અમેરિકા દ્વારા નોન-ઇમિગ્રન્ટ્સને રોજગાર અધિકૃતતા કાર્ડ આપવામાં આવશે.



