Valsad News: વલસાડના કપરાડામાં ભેદી આંચકા, જમીનમાં પડી તિરાડો, તંત્રની ટીમો થઈ દોડતી | Moneycontrol Gujarati
Get App

Valsad News: વલસાડના કપરાડામાં ભેદી આંચકા, જમીનમાં પડી તિરાડો, તંત્રની ટીમો થઈ દોડતી

Valsad News: કપરાડા તાલુકાના છેવાડે આવેલા વાડી ગામના કુજવેરી ફરિયામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ જેવા ભેદી આંચકાઓ અનુભવાય રહ્યા છે.

અપડેટેડ 02:19:37 PM Sep 15, 2023 પર
Story continues below Advertisement
Valsad News: તાલુકામાં જાણ થતાં જ તંત્રની ટીમો પણ દોડતી થઈ છે.

Valsad News: જિલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ભેદી આંચકાઓ અનુભવાય રહ્યા છે. આથી ગામમાં ભયનો માહોલ છે. આ આંચકાઓને કારણે ગામમાં જમીનમાં 500 મીટર જેટલી લાંબી તિરાડ પડી છે. આથી લોકોમાં ભયનો માહોલ છે. તાલુકામાં જાણ થતાં જ તંત્રની ટીમો પણ દોડતી થઈ છે. જો કે, હજુ સુધી આ આંચકા ભૂકંપના છે કે અન્ય કોઈ કારણ? તે જાણી શકાયું નથી.

બનાવની વિગત મુજબ, કપરાડા તાલુકાના છેવાડે આવેલા વાડી ગામના કુજવેરી ફરિયામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ જેવા ભેદી આંચકાઓ અનુભવાય રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી ભેદી આંચકાઓના ચાલી રહેલા સિલસિલાને કારણે ગામમાં ઠેર ઠેર જમીનમાં લાંબી તિરાડો પડી છે. 500 મીટરથી વધુ લાંબી ભેદી તિરાડોને કારણે લોકોમાં ભયનો માહોલ છે.

ગામમાં અનુભવાય રહેલા ભેદી આજકાઓ અંગે સ્થાનિક લોકોએ તંત્રને ડિઝાસ્ટર વિભાગ અને તાલુકામાં જાણ કરતા સંબંધી વિભાગની ટીમો ગામની મુલાકાત લીધી હતી અને જે જમીનોમાં તિરાડ પડી હતી તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ તિરાડો પડવાનું અને આચકાઓનું સાચું કારણ શું છે? તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.


આ પણ વાંચો - Gujarat news: દાહોદના રોઝમ ગામે નિર્માણાધીન ટાંકી ધરાશાયી, 3 શ્રમિકોના મોત, 8થી વધુ ઈજાગ્રસ્ત

જો કે, હજુ સુધી ગામમાં અનુભવાઈ રહેલા આ ભેદી આંચકાઓ ભૂકંપના કારણે અનુભવી રહ્યા છે કે કોઈ અન્ય કારણ, તે જાણવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. જો કે, અત્યારે તો આ ભેદી આંચકાઓને લઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 15, 2023 2:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.