વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગે ગુરુવારે ઊંડાણપૂર્વક વાતચીત કરી હતી. સિંગાપોર અને ભારત વચ્ચે ચાર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો "વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી" પર પહોંચ્યા છે. આ પ્રસંગે મોદીએ કહ્યું કે સિંગાપોર માત્ર ભાગીદાર રાષ્ટ્ર નથી, પરંતુ તે દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણારૂપ છે. પીએમ મોદીએ કહ્યું, "અમે ભારતમાં પણ ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ અને મને ખુશી છે કે અમે આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છીએ."

