Weather Updates: બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં આકાશ વાદળછાયું રહી શકે છે અને હળવા વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. IMDએ જણાવ્યું હતું કે લઘુત્તમ તાપમાન 27.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. દિલ્હીમાં સવારે 8.30 વાગ્યે સાપેક્ષ ભેજનું પ્રમાણ 81% નોંધાયું હતું. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ રિસર્ચ (SAFAR)ના ડેટા અનુસાર, એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 8.40 વાગ્યે 83 નોંધાયો હતો, જે સંતોષકારક શ્રેણીમાં આવે છે.

