ફરી એકવાર મહાયુતિ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. શનિવારે જાહેર થયેલા પરિણામોમાં જંગી જીત મેળવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી પદની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. ભારતીય જનતા પાર્ટીને 132 બેઠકો, એકનાથ શિંદેની શિવસેનાને 57 અને અજિત પવારની NCPને 43 બેઠકો મળી છે. આવી સ્થિતિમાં મહાયુતિ ફરી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવશે કે દેવેન્દ્ર ફડણવીસ ફરીથી મુખ્યમંત્રી બનશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. આ અંગે શિવસેનાના પ્રવક્તા નરેશ મ્સ્કેએ 'બિહાર મોડલ'ને ટાંકીને કહ્યું કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહે.

