દક્ષિણ-પૂર્વીય કેરેબિયન ટાપુઓમાં તબાહી મચાવ્યા બાદ હરિકેન 'બેરીલ' હવે જમૈકા તરફ આગળ વધી રહ્યું છે. તોફાનના કારણે ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે. નેશનલ હરિકેન સેન્ટર અનુસાર, જમૈકા, ગ્રાન્ડ કેમેન, લિટલ કેમેન અને કેમેન બ્રાક માટે વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે. બેરીલની તીવ્રતા ઘટી રહી છે પરંતુ બુધવારે વહેલી સવારે જમૈકા, ગુરુવારે કેમેન ટાપુઓ અને શુક્રવારે મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પની નજીકથી વાવાઝોડું પસાર થતાં શક્તિશાળી રહેવાની આગાહી છે.

