Get App

Iran-Israel war: 72 કલાકમાં જ ઈઝરાયલે ઈરાન પાસેથી લીધો બદલો, લેબનોનમાં ત્રણ ટોપના કમાન્ડરોને કર્યા માર્યા

Iran-Israel war: ઈરાને ઈઝરાયલ પર હુમલો કરતા જ 72 કલાકની અંદર ઈઝરાયલે ઈરાનના બેસ્ટ ફ્રેન્ડ લેબનોન પર હુમલો કર્યો. આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ત્રણ લડાકુ માર્યા ગયા હતા.

MoneyControl Newsઅપડેટેડ Apr 17, 2024 પર 12:39 PM
Iran-Israel war: 72 કલાકમાં જ ઈઝરાયલે ઈરાન પાસેથી લીધો બદલો, લેબનોનમાં ત્રણ ટોપના કમાન્ડરોને કર્યા માર્યાIran-Israel war: 72 કલાકમાં જ ઈઝરાયલે ઈરાન પાસેથી લીધો બદલો, લેબનોનમાં ત્રણ ટોપના કમાન્ડરોને કર્યા માર્યા
Iran-Israel war: ઈરાને ઈઝરાયલ પર હુમલો કરતા જ 72 કલાકની અંદર ઈઝરાયલે ઈરાનના બેસ્ટ ફ્રેન્ડ લેબનોન પર હુમલો કર્યો.

Iran-Israel war: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ દરમિયાન ઈઝરાયલે પોતાના દુશ્મનોને ખતમ કરવાની યોજના બનાવીને હુમલા શરૂ કરી દીધા છે. ઈરાની હુમલાના 72 કલાક બાદ જ ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ એક નિવેદન જારી કરીને આખી દુનિયાને જણાવ્યું છે કે અમે ત્રણ હિઝબુલ્લાહ લડવૈયાઓને માર્યા છે. જેમાં એક મિસાઈલ યુનિટનો કમાન્ડર હતો.

સીએનએન અનુસાર, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ જણાવ્યું હતું કે દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં બે કમાન્ડરો સહિત ત્રણ હિઝબુલ્લા આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

દુશ્મનોનો નાશ

આઈડીએફ (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સીસ)એ જણાવ્યું હતું કે રડવાન દળોના પશ્ચિમ ક્ષેત્રના રોકેટ અને મિસાઈલ યુનિટના કમાન્ડર મુહમ્મદ હુસૈન શાહહૌરી દક્ષિણ લેબનોનના કફર ડુનિનમાં હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં 'હિઝબુલ્લાના રોકેટ અને મિસાઈલ યુનિટના ઓપરેટર' મહમૂદ ઈબ્રાહીમ ફદલ્લાહ પણ માર્યા ગયા હતા, દક્ષિણ લેબેનોનમાં હવાઈ હુમલામાં કુલ ત્રણ હિઝબોલ્લાહ લડવૈયાઓ માર્યા ગયા હતા.

બધા સમાચાર

+ વધુુ વાંચો