Free LPG Connection: ભારત સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)નો વિસ્તાર કરતાં 2025-26ના નાણાકીય વર્ષમાં 25 લાખ મહિલાઓને ફ્રી LPG કનેક્શન આપવાનો નિર્ણય લીધો છે. આ પગલું મહિલા સશક્તિકરણની દિશામાં મહત્વનું ગણાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના પવિત્ર અવસરે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું, "ઉજ્જવલા પરિવાર સાથે જોડાયેલી તમામ માતાઓ અને બહેનોને નવરાત્રિની શુભેચ્છાઓ. આ નિર્ણયથી ન માત્ર નવરાત્રિનો આનંદ વધશે, પરંતુ મહિલા સશક્તિકરણનું અમારું સંકલ્પ પણ મજબૂત થશે."