Get App

New Rules from July 1 : 1 જુલાઈ 2026થી બદલાઈ રહ્યા છે 5 મોટા નિયમો, તમારી બેંક, ટેક્સ અને પાસપોર્ટ પર પડશે સીધો અસર

1 જુલાઈ 2026થી બદલાઈ રહ્યા છે ટેક્સ, બેંકિંગ અને પાસપોર્ટના નિયમો. શું તમને થશે ફાયદો કે નુકસાન? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર, અહીં વાંચો સંપૂર્ણ માહિતી.

MoneyControl Newsઅપડેટેડ Jun 29, 2026 પર 2:03 PM
New Rules from July 1 : 1 જુલાઈ 2026થી બદલાઈ રહ્યા છે 5 મોટા નિયમો, તમારી બેંક, ટેક્સ અને પાસપોર્ટ પર પડશે સીધો અસરNew Rules from July 1 : 1 જુલાઈ 2026થી બદલાઈ રહ્યા છે 5 મોટા નિયમો, તમારી બેંક, ટેક્સ અને પાસપોર્ટ પર પડશે સીધો અસર
આધાર કાર્ડ ધારકો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તાધિકારી દ્વારા આધાર એપના માધ્યમથી રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અપડેટ કરવાની 75ની ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે.

New Rules from July 1 : દરેક મહિનાની શરૂઆત પોતાની સાથે કેટલાક નવા ફેરફારો લઈને આવે છે. પરંતુ 1 જુલાઈ 2026ની તારીખ ખાસ છે, કારણ કે આ દિવસે દેશમાં આર્થિક જગત સાથે જોડાયેલા ૫ મોટા નિયમોમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારો સામાન્ય કરદાતાઓ, બેંક ગ્રાહકો, ક્રેડિટ કાર્ડ યુઝર્સ અને પાસપોર્ટ ધારકોને સીધી રીતે પ્રભાવિત કરશે. આવો જાણીએ શું બદલાશે તમારા જીવનમાં.

1. ITR ફાઇલિંગ: સમય મર્યાદાનું ખાસ ધ્યાન રાખો

જો તમે નાણાકીય વર્ષ 2025-26માટે ITR-1 અને ITR-2 ફાઇલ કરવાના હોવ, તો હવે તમારી પાસે સમય ખૂબ ઓછો છે. આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. જો તમે આ ડેડલાઈન ચૂકી જશો તો તમારે દંડ તો ભરવો જ પડશે, સાથે જ તમે તમારી પસંદગીનું ટેક્સ રિજીમ પસંદ કરવાની તક પણ ગુમાવી શકો છો. તેથી સમય રહેતા રિટર્ન ફાઇલ કરી દેવું હિતાવહ છે.

2. આધાર અપડેટ હવે સંપૂર્ણપણે ફ્રી

આધાર કાર્ડ ધારકો માટે ખૂબ જ રાહતના સમાચાર છે. ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તાધિકારી દ્વારા આધાર એપના માધ્યમથી રજિસ્ટર્ડ ઈમેલ આઈડી અપડેટ કરવાની 75ની ફી સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવી છે. આ સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી એટલે કે આગામી 6 મહિના માટે બિલકુલ મફત રહેશે.

૩. ક્રેડિટ કાર્ડના નિયમોમાં બદલાવ: SBI અને HDFC ગ્રાહકો સાવધાન

1 જુલાઈથી ક્રેડિટ કાર્ડ વાપરનારાઓ માટે બે મોટા ફેરફાર છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો