7th Pay Commission: જો તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો તમારા માટે મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈમાં સારા સમાચાર મળી શકે છે. 7મા પગારપંચ હેઠળ સરકાર ફરી એકવાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં જુલાઈ મહિનામાં વધારો કરી શકે છે. એવી અપેક્ષા છે કે સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓનો DA 42 ટકાથી વધીને 46 ટકા થઈ શકે છે.

