બેન્કિંગ છેતરપિંડીનું જોખમ નોંધપાત્ર રીતે વધી ગયું છે. સાયબર ગુનેગારો યુઝર્સને અવનવી રીતે છેતરે છે. આ ખતરાને જોતા ICICI બેન્કે યુઝર્સને ચેતવણી આપી છે. આ ચેતવણીમાં, યુઝર્સને SMS દ્વારા કૌભાંડો વિશે ચેતવણી આપવામાં આવી છે. બેન્કે કહ્યું કે છેતરપિંડી કરનારાઓ નકલી મેસેજ મોકલીને યુઝર્સને ફસાવી રહ્યા છે. આ માટે, SMSમાં દૂષિત લિંક્સ મોકલવામાં આવે છે અને તેના પર ક્લિક કરીને, હેકર ફોનમાં હાજર સંવેદનશીલ ડેટા સુધી પહોંચે છે.