Get App

vegetable market prices: અમદાવાદમાં તહેવારો ટાણે શાકભાજીના ભાવ આસમાને, વટાણા અને લીંબુ 200ને પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

vegetable market prices: અમદાવાદમાં તહેવારોની સિઝનમાં શાકભાજીના ભાવમાં ભડકો. વટાણા અને લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યા. જાણો આજનો શાકભાજીનો લેટેસ્ટ ભાવ અને મોંઘવારીનું કારણ.

MoneyControl Newsઅપડેટેડ Oct 09, 2026 પર 2:06 PM
vegetable market prices: અમદાવાદમાં તહેવારો ટાણે શાકભાજીના ભાવ આસમાને, વટાણા અને લીંબુ 200ને પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુંvegetable market prices: અમદાવાદમાં તહેવારો ટાણે શાકભાજીના ભાવ આસમાને, વટાણા અને લીંબુ 200ને પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
બજારમાં અત્યારે અમુક શાકભાજી લેવા જઈએ તો ખિસ્સા ખાલી થઈ જાય તેવી સ્થિતિ છે. હોટલ હોય કે ઘરનું રસોડું, દરેક વાનગીમાં સ્વાદ વધારતા વટાણાનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે.

vegetable market prices: નવરાત્રિ અને તહેવારોની મોસમ જામી રહી છે, ત્યારે સામાન્ય માણસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં હાલ શાકભાજીના ભાવ એટલી હદે વધી ગયા છે કે ગૃહિણીઓના રસોડાનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે. હોલસેલ માર્કેટમાં શાકભાજીની આવક 25 ટકા જેટલી ઘટી ગઈ છે, જેના કારણે છૂટક બજારમાં મોટાભાગના શાકભાજીના ભાવ 80 થી 100 રૂપિયાની પાર પહોંચી ગયા છે.

લીંબુ અને વટાણામાં ‘ડબલ સેન્ચુરી'

બજારમાં અત્યારે અમુક શાકભાજી લેવા જઈએ તો ખિસ્સા ખાલી થઈ જાય તેવી સ્થિતિ છે. હોટલ હોય કે ઘરનું રસોડું, દરેક વાનગીમાં સ્વાદ વધારતા વટાણાનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. આ સાથે જ વિટામિન-સી થી ભરપૂર લીંબુ પણ બજારમાં 200 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે.

રોજિંદા શાકભાજીના આજના લેટેસ્ટ ભાવ

માત્ર લીંબુ કે વટાણા જ નહીં, પણ રોજબરોજ વપરાતા અન્ય શાકભાજી પણ સામાન્ય માણસની પહોંચથી બહાર જઈ રહ્યા છે. જાણો બજારનો આજનો તાજો ભાવ:

* તુરીયા, કારેલાં અને મેથી: 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો

* રીંગણ, ફ્લાવર, ગાજર અને કોથમીર: 80 થી 90 રૂપિયા પ્રતિ કિલો

બધા સમાચાર

+ વધુુ વાંચો