Get App

નોકરીયાતો માટે મોટા સમાચાર: આગામી વર્ષે મળશે બમ્પર સેલરી હાઇક, Aonના સર્વેમાં જાણો કયા સેક્ટરમાં થશે સૌથી વધુ પગાર વધારો

વૈશ્વિક મંદી વચ્ચે ભારતીય નોકરીયાતો માટે મોટા સમાચાર! Aonના લેટેસ્ટ સર્વે મુજબ આગામી વર્ષે સરેરાશ 9.1% સેલરી હાઇક મળી શકે છે. જાણો કયા સેક્ટરમાં થશે બમ્પર ફાયદો અને કઈ સ્કીલ શીખવાથી વધશે પગાર.

MoneyControl Newsઅપડેટેડ Oct 15, 2026 પર 6:42 PM
નોકરીયાતો માટે મોટા સમાચાર: આગામી વર્ષે મળશે બમ્પર સેલરી હાઇક, Aonના સર્વેમાં જાણો કયા સેક્ટરમાં થશે સૌથી વધુ પગાર વધારોનોકરીયાતો માટે મોટા સમાચાર: આગામી વર્ષે મળશે બમ્પર સેલરી હાઇક, Aonના સર્વેમાં જાણો કયા સેક્ટરમાં થશે સૌથી વધુ પગાર વધારો
રોજિંદા કામમાં AI પ્રોડક્ટિવિટી ટૂલ્સનો ઉપયોગ કરતી કંપનીઓની સંખ્યા 2025ના 46.1% થી વધીને હવે 56% થઈ ગઈ છે.

India Salary Growth: દુનિયાભરમાં ચાલી રહેલી આર્થિક મંદી અને ભૌગોલિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતમાં નોકરી કરતા લોકો માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. જો તમે પણ સેલરી વધવાની રાહ જોઈ રહ્યા છો, તો આગામી વર્ષ તમારા માટે ખુશીઓ લઈને આવી શકે છે.

ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસીસ ફર્મ Aon plc દ્વારા 'Annual Salary Increase and Turnover Survey for India 2026-27' નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ, આગામી નાણાકીય વર્ષમાં ભારતમાં સરેરાશ સેલરી હાઇક 9.1% રહેવાનો અંદાજ છે. નોંધનીય છે કે ગયા વર્ષે આ આંકડો 9% હતો. દેશમાં સતત રોકાણ અને મજબૂત સ્થાનિક માંગના કારણે કંપનીઓનો બિઝનેસ કોન્ફિડન્સ જળવાઈ રહ્યો છે, જેનો સીધો ફાયદો કર્મચારીઓને મળશે.

આ સેક્ટર્સમાં મળશે સૌથી વધુ સેલરી હાઇક

સર્વે મુજબ, બધા સેક્ટરમાં એકસરખો પગાર વધારો નહીં થાય. ટ્રાન્સફોર્મેશન અને ટાર્ગેટ ગ્રોથના આધારે કેટલાક સેક્ટર્સમાં બમ્પર વધારો જોવા મળશે:

NBFC : આ સેક્ટર સૌથી મોખરે છે, જેમાં કર્મચારીઓને સરેરાશ 10.1% નો સૌથી વધુ પગાર વધારો મળી શકે છે.

એનર્જી: આ સેક્ટરમાં પણ સારી ગ્રોથ જોવા મળી રહી છે, જ્યાં 9.9% સુધીની સેલરી હાઇકની અપેક્ષા છે.

રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર: આ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને પણ 9.8% સુધીનો સારો પગાર વધારો મળી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો