FD Rates: બજાજ ફિનસર્વની ધિરાણ આપતી શાખા બજાજ ફાઇનાન્સે તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) રેટ્સમાં 40 બેસિસ પોઈન્ટ્સ સુધીનો વધારો કર્યો છે. હવે આ નવા વધારા બાદ વરિષ્ઠ નાગરિકોને 44 મહિનાની વિશેષ FD પર વાર્ષિક 8.60 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. 36 મહિનાથી 60 મહિનાની પાકતી FDs પર નવા રેટ્સમાં પણ 40 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવામાં આવ્યો છે.
તમામ કસ્ટમર્સને 8 ટકાથી વધુ વ્યાજ મળશે
મોટાભાગની બેન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો
ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા સતત પાંચ વખત રેપો રેટમાં વધારો કરવાથી FDના વધતા વ્યાજ રેટ્સમાં વધારો થયો છે. જોકે, આ વખતે એપ્રિલમાં મળેલી MPCની બેઠકમાં કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. ગયા વર્ષથી રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો થયો છે. છેલ્લો વધારો ફેબ્રુઆરી 2023માં 25 બીપીએસનો હતો, જે રેપો રેટને 6.5 ટકા પર લઈ ગયો હતો. સતત વધતા વ્યાજ રેટ્સએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વળતરને ખૂબ આકર્ષક બનાવ્યું છે. રિવર્સ રેપો રેટ અને CRR પણ અનુક્રમે 3.35 ટકા અને 4.5 ટકા રાખવામાં આવ્યા હતા. આ વખતે તેમાં ફેરફાર કરાયો નથી.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે FD ઓફર કરે છે. સામાન્ય જનતા માટે SBI FD વ્યાજ રેટ્સ 3.00% p.a. થી 7.10% p.a. વરિષ્ઠ નાગરિકો માટે 3.50% થી 7.60% વ્યાજ દર 15 ફેબ્રુઆરીથી લાગુ થશે.
HDFC બેન્ક 7 દિવસથી 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ ઓફર કરે છે. બેન્ક 3% થી 7.1% વાર્ષિક વ્યાજ ચૂકવી રહી છે. બેન્ક વરિષ્ઠ નાગરિકોને વધારાનું 0.50 ટકા વ્યાજ પણ આપી રહી છે. બેન્ક તેમને 3.50% અને 7.60% વ્યાજ આપી રહી છે. આ વ્યાજ રેટ્સ 21 ફેબ્રુઆરીથી લાગુ થશે.