Bank Employees DA Hike: બેંક કર્મચારીઓ માટે સારા સમાચાર છે. દેશની તમામ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ માટે મે, જૂન અને જુલાઈ 2024 માટે મોંઘવારી ભથ્થું 15.97% રહેશે. 10 જૂન, 2024 ના રોજ એક પરિપત્રમાં, ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) એ જણાવ્યું હતું કે 12મા દ્વિપક્ષીય કરારની કલમ 13 મુજબ, કર્મચારીઓ અને ઓફિસ કર્મચારીઓને મે, જૂન અને જુલાઈ 2024માં 15.97 ટકા મોંઘવારી ભથ્થું (DA) મળશે.