Bank Of Baroda: તહેવારોની મોસમ પહેલા, Bank Of Baroda એ લોન લેનારાઓને મોટી રાહત આપી છે. Bank એ તેના MCLR દરોમાં ઘટાડો કર્યો છે, જેનાથી હોમ લોન અને પર્સનલ લોન લેનારાઓનો EMI ઘટાડી શકાય છે. ઓવરનાઇટ અને ત્રણ મહિનાના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે એક વર્ષના દર, જે મોટાભાગે હોમ અને ઓટો લોન માટે મહત્વપૂર્ણ છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Bank Of Baroda એ બુધવારે માહિતી આપી હતી કે તેણે Onoright MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટમાં 10 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. હવે આ દર 7.85% રહેશે અને આ ફેરફાર 12 સપ્ટેમ્બરથી અમલમાં આવશે.