ઓછી આવક હોવા છતાં ભવિષ્ય માટે મોટી બચત કરવાનું સપનું ઘણા લોકો જુએ છે. જો તમે પણ નાની બચતથી મોટું ફંડ ઊભું કરવા માંગો છો, તો ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની જીવન આનંદ યોજના તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ યોજના દ્વારા તમે રોજના માત્ર 45 રૂપિયાના રોકાણથી 25 લાખ રૂપિયા સુધીનો નાણાકીય ફંડ તૈયાર કરી શકો છો. દેશની સૌથી વિશ્વસનીય વીમા કંપનીની આ યોજના રોકાણકારોને આર્થિક સુરક્ષા સાથે માનસિક શાંતિ પણ આપે છે.